શોધખોળ કરો
શિવાંશ કેસઃ ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી મહેંદી નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા સચિને
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સચિન દિક્ષિત વડોદરા નોકરી કરતો હતો ત્યારે ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી મહેંદી નામની યુવતિના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે શરીર સંબંધ બંધાયા હતા. બંને વચ્ચે બે વર્ષ સુધી શરીર સંબંધ રહ્યા હતા. મહેંદીનાં સગાં અમદાવાદના બોપલમાં રહેતાં હોવાથી બંને બોપલમાં પણ મળતાં હતાં. બંને વચ્ચેના સબંધના પરિણામે શિવાંશનો જન્મ થયો હતો. મહેંદીએ સચિનને લગ્ન કરવા કહ્યું હતું પણ સચિન તૈયાર ના હોવાથી તેણે શિવાંશને સચિનને સોંપી દીધો હતો.
આગળ જુઓ





















