Visavadar By Election: વિસાવદરમાં AAPનું શક્તિપ્રદર્શન, AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભર્યુ ફોર્મ
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી પર આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ. જન આશીર્વાદ યાત્રા સાથે ગોપાલ ઈટાલિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ યાત્રામાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, સહિતના પાર્ટીના નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં ગોપાલ ઈટાલિયાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાન કરવામાં આવ્યુ હતુ.. ઉમેદવારી ફોર્મ ફર્યા બાદ ગોપાલ ઈટાલિયાએ વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે હજારો લોકોના આશીર્વાદ બાદ મે ફોર્મ ભર્યું છે.. આ વિસ્તારના લોકો મને આશીર્વાદ આપશે તેવો મને વિશ્વાસ છે.. ગોપાલ ઈટાલિયાએ કેશુભાઈ પટેલને યાદ કરતા કહ્યું કે કેશુબાપા ખેડૂતો અને ગામડાના નેતા હતા. કેશુબાપા ન માત્ર આ વિસ્તારના જ, પરંતુ ગુજરાતના નેતા હતા. ભાજપે કેશુબાપાના નામે હજુ સુધી એક સ્કૂલ પણ નથી બનાવી. ભાજપ,કૉંગ્રેસ પાસે સારા કોઈ ઉમેદવાર જ નથી.. એટલે હજુ સુધી જાહેર કર્યા નથી..
















