Arvalli | જિલ્લાના ખેડૂતોએ શરૂ કરી દીધી વાવણી.. બે લાખ હેક્ટર જમીનમાં થશે વાવેતર
ચોમાસાની સીઝન હવે શરૂ થઈ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં બે દિવસ અગાઉ વરસાદ વરસ્યો હતો.ત્યારે વરસાદ વરસતા ખેડૂત ની ખેતીની જમીન માં ભેજ થયો હતો અને આખરે ખેડુતો એ ચોમાસુ સિઝનની વાવણીના શ્રી ગણેશ કર્યા છે..ચોમાસુ સીઝનની શરૂઆત થઇ ચુકી છે અરવલ્લી જિલ્લાના મોડાસા ભિલોડા તાલુકા સહીત કેટલાક વિસ્તારોમાં બે દિવસ અગાઉ વરસાદ વરસ્યો હતો જેના પગલે ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ પણ કર્યા છે ખાસ કરીને જિલ્લામાં ખરીફ સીઝનમાં ૨ લાખ હેક્ટર જમીનમાં મગફળી , કપાસ , મકાઈ સહિત જુદા જુદા પાકોનું વાવેતર થાય છે ત્યારે જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે સાથે ચાલુ સાલે સમયસર વરસાદના શ્રી ગણેશે ખેડૂતો માટે સારું ઉત્પાદન થવાની આશા પણ વધારી છે સાથે સરકાર દ્વારા ઉત્પાદનના સારા ભાવ મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે