Banaskantha Heavy Rain: દાંતીવાડામાં વીજ કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ| Abp Asmita
Banaskantha Heavy Rain| દાંતીવાડામાં વીજ કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ| Abp Asmita
બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે..દાંતીવાડા, પાંથાવાડા પંથકમાં વરસાદ વરસ્યો છે.. કમોસમી વરસાદને લીધે ગ્રામ્ય વિસ્તારની ચિંતા વધી ગઈ છે..
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એક કલાક વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાઇ જતાં વાહન ચાલકો પણ પ્રભાવિત થયા હતા. પાંથાવાડા અને આસપાસના વિસ્તારમાં 1 કલાક ચોમાસા જેવો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.કમોસમી વરસાદના કારણે ઉનાળું પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. બાજરી, જુવાર, મગફળીના પાકને નુકસાનની શક્યતા સેવાઇ રહી છે. ખાસ કરીને કેસરી કેરીના પાક હાલ તૈયાર થઇ ચૂક્યો છે. આ સમયે જ કમોસમી વરસાદની આગાહીએ કેરી પકવતા ખેડૂતોની ચિંતા પણ વધારે છે.





















