Banaskantha Rain: સાર્વત્રિક ભારે વરસાદથી સ્કુલોમાં રજા જાહેર, જુઓ હાલ કેવી છે સ્થિતિ?
Banaskantha Rain: સાર્વત્રિક ભારે વરસાદથી સ્કુલોમાં રજા જાહેર, જુઓ હાલ કેવી છે સ્થિતિ?
ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બીજા રાઉન્ડ શરૂઆત કરી દીધી છે, આજે ત્રીજી જુલાઇથી રાજ્યમાં વધુ એક મોટા રાઉન્ડની શરૂઆત થઇ ચૂકી છે, હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે, જેમાં આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઇ છે, આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સરેરાશ 7 થી 8 ઇંચ વરસાદ ખાબક્યો છે, આમાં સૌથી વધુ વરસાદ વડગામમાં 8.5 ઇંચ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.
વર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને, આજે 3 જુલાઈ 2025, ગુરુવારના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.





















