Ambalal Patel Forecast : ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી! અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને ચારથી આઠ ડિગ્રી સુધી પહોંચવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.. તો કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડા પવનોની સાથે કાતિલ ઠંડી પડી શકે છે.. હજુ પણ પવનની ગતિ વધવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.
તો 27 અને 28 જાન્યુઆરીમાં પશ્ચિમી વિક્ષેપને કારણે ઠંડીમાં ઘડાટો થવાની. સાથે જ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે.. તો ફેબ્રુઆરી મહિના પ્રથમ સપ્તાહમાં ઠંડીની સાથે કમોસમી વરસાદ વરસવાની પણ અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી.

















