Botad Rain | બોટાદમાં બે દિવસના બ્રેક બાદ ફરી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ શોર્ટ વીડિયો
બોટાદ શહેર અને ગઢડા તાલુકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે... વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે... હરિપર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે... બે દિવસના વિરામ બાદ જિલ્લામાં ફરી એકવાર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે...
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે વરસાદને લઇને હવામાન વિભાગે ગુજરાતના 10 જિલ્લામાં ઓરેન્જ તો 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન છે.હવામાન વિભાગે સુરત, ભરૂચ, દ્વારકા, પોરબંદર,જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગે સુરત, ભરૂચ, દ્વારકા, પોરબંદર,જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.