Chinese Garlic In Gujarat | ગોંડલમાંથી મળ્યું 600 કિલો ચાઇનીઝ લસણ, મચ્યો ખળભળાટ
Chinese Garlic In Gujarat | ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઈનાનું લસણ આવતા હડકંપ મચી ગયો છે. ભારતમાં ચાઈનાના લસણ ઉપર પ્રતિબંધ છે, તેમ છતાં 600 કિલો જેટલું લસણ આવતા વેપારીઓએ વિરોધ કર્યો. ઘટનાની જાણ થતા યાર્ડના ચેરમેન સહિતના હોદ્દેદારો દોડી આવ્યા. આ મામલે યાર્ડના હોદ્દેદારો રાજ્ય સરકાર સમક્ષ રજુઆત કરશે.
પ્રતિબંધિત ચાઈનીઝ લસણનો 600 કિલોનો જથ્થો ગોન્ડલ માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યો છે. એક રીતે જોવા જઈએ તો યાર્ડમાં ચાઈનીઝ લસણ ઘુસાડવાનો પ્રયાસ થયો છે. 600 કિલો ચાઈનીઝ લસણ પકડાય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. માર્કેટ યાર્ડ હવે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવશે. અલતાફ નામના શક્સ પર ચાઈનીઝ લસણ ઘુસાડવાના પ્રયાસનો આરોપ લાગ્યો છે. પ્રતિબંધિત ચાઈનીઝ લસણ ગુજરાત સુધી પહોંચ્યું કેવી રીતે? ને લઈને પણ તપાસ કરવામાં આવે તેવી માંગ વેપારીઓએ કરી છે. કૃષિ વિભાગ ચાઈનીઝ લસણના જથ્થાની તપાસ કરે તેવી માંગ તેમના તરફથી કરવામાં આવી છે.
હલકી ગુણવત્તાવાળું હોય છે પણ ખૂબ સસ્તું હોય છે ચાઈનીઝ લસણ. ભારતના ખેડૂતોને નુકસાન ન જાય તે માટે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. જો ચાઈનીઝ લસણ ગુજરાતમાં આવશે તો તેનો ગેરફાયદો જેનું નુકસાન ગુજરાતના ખેડૂતોને સહન કરવું પડશે. ચાઈનીઝ લસણની પરખ માટે સોશિયલ મીડિયા ઉપર અને એક વિડીયો પણ છે.