Gujarat Rain | ગુજરાતમાં સતત પાંચમા દિવસે ખાબક્યો વરસાદ, મીની વાવાઝોડું યથાવત
Gujarat Unseasonal Rain Updates: હવામાન વિભાગની (IMD forecast) આગાહી વચ્ચે અમરેલી સહિત રાજ્યના (amreli weather) અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચોથા દિવસે વરસાદ (unseasonal rain) યથાવત છે. સાવરકુંડલા-લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલા (savarkundla)ના વંડા,વાશિયાળી, મેકડા, ફાચરિયા, ખાલપર, આકોડા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ છે. લીલીયાના બવાડી, બાવડા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. ધારીના ગોપાલગ્રામ, મોરજર, માણાવાવ, સરસિયા સહિત આસપાસમાં કમોસમી વરસાદનું આગમન થયું છે. અમરેલી જિલ્લામાં ચોથા દિવસે કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતા વધી છે. શેત્રુંજી કાંઠા વિસ્તારના ગામડાઓમાં ભર ઉનાળે કમોસમી વરસાદ પડતા જગતનો તાત ચિંતિત બન્યો છે.