Corona Virus Case: એશિયાઈ દેશોમાં કોરોનાનો તરખાટ, જાણો ક્યાં કેટલા નોંધાયા કેસ? Watch Video
એશિયાના અનેક દેશોમાં ફરી કોવિડ-19 કહેર જોવા મળ્યો છે. સિંગાપોર, હોંગકોંગ, ચાઈના સહિત થાઈલેન્ડમાં કોવિડ-19 ફરી માથું ઉચકી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ દેશોમાં કોવિડ-19 કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. એશિયામાં ફરી પાછા કોવિડના નવા વેરિએન્ટમાં જોવા મળ્યા. વર્ષ 2020માં કોવિડ-19એ દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો. દુનિયામાં ફરી પાછી કોવિડની લહેર જોવા મળતા WHO સહિત એશિયાના દેશોની ચિંતામાં વધારો થયો છે.
દુનિયામાં એકબાજુ મે મહિનાના આરંભમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સ્થિતિને લઈને ચિંતાનો માહોલ હતો. દરમિયાન હોંગકોંગ, સિંગાપોર અને થાઈલેન્ડમાં આ જ સમયગાળામાં કોવિડનો પગપેસારો જોવા મળ્યો. હોંગકોંગમાં છેલ્લા 10 દિવસની અંદર કોવિડના કેસ 30 ગણાથી વધુ વધ્યા છે. 10 મે સુધીમાં હોંગકોંગમાં કુલ 1,042 કોવિડ કેસ નોંધાયા હતા. ચીન અને થાઇલેન્ડમાંથી પણ કોવિડના કેસ વધવાના અહેવાલો આવી રહ્યા છે.



















