Desaa Blast Case: બ્લાસ્ટ કેસને લઈને સૌથી મોટો ખુલાસો, ગોડાઉન હતી કે ફેક્ટરી?
Desaa Blast Case| બ્લાસ્ટ કેસને લઈને સૌથી મોટો ખુલાસો, ગોડાઉન હતી કે ફેક્ટરી?
બનાસકાંઠાના ડીસામાં બ્લાસ્ટ કેસને લઈને અવનવા ખુલાસા થઈ રહ્યા છે.. અહીંયા ગોડાઉન જ નહીં ફટાકડાંનુ કારખાનું ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે.. આ ઘટના બાદ ગોડાઉન ગણાવી આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ થઈ રહ્યો છે...
ડીસા જીઆઈડીસામાં બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે.જેમાંથી 19 લોકોની ઓળખ થઈ છે. જ્યારે બે લોકોની ઓળખ બાકી છે. મૃત્યકોના પીએમ પૂર્ણ થયા છે. તેમજ જીલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. શ્રમિકો મૂળ મધ્ય પ્રદેશનાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મધ્ય પ્રદેશથી SDM કક્ષાનાં અધિકારીઓ મૃતદેહો લેવા માટે નીકળ્યા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, 2021 ની સાલમાં તેને લાઈસન્સ આપવામાં આવ્યું હતું. ગોડાઈન તરીકે ઉપયોગ કરવા માટે. તેમજ 2024 ના ડિસેમ્બરમાં લાયસન્સ રીન્યુ માટે માંગ કરવામાં આવી હતી. પરંતું સ્થાનિક પોલીસ અને મામલતદારે તેની તપાસ કરી હતી. ધટના બની તે ગોડાઉનમાં અંદાજી 15 દિવસ પહેલા ફટાકડાનો ગેર કાયદેસર સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.



















