Amreli Unseasonal Rain: અમરેલી જિલ્લામાં બરબાદીનો વરસાદ, ખેડૂતો મુકાયા ચિંતામાં
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ધારી પંથક અને સાવરકુંડલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા સાત દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ધારી ગીરના છતડીયા મોરજર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે. અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે.
સતત વરસાદ પડવાને કારણે બાગાયતી પાક કેરી, તલ, બાજરી સહિતના પાકોને મોટાપાયે નુકશાન થયું છે. વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા હતા. સતત પડી રહેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતો પણ ચિંતિત છે.
સાવરકુંડલા શહેર બાદ આસપાસના વિસ્તારોમા કમોસમી વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલાના કાનાતળાવ, હાથસણી, ચરખડીયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. વરસાદને લઈ ખેતરોમા વરસાદી પાણી વહેતા થયા છે. વિજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત સાતમા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે.

















