Navratri 2024 | નવરાત્રિમાં પાવાગઢ જતા શ્રધાળુઓ આ સમયે કરી શકશે માં ના દર્શન, મંદિર ટ્રસ્ટે જાહેર કર્યું સમયપત્રક
યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રીને લઈ મંદિર ટ્રસ્ટ તરફથી સમય કરાયો નક્કી. પ્રથમ નોરતે પાવાગઢ મંદિરના સવારે ચાર વાગ્યે ખૂલશે દ્વાર. રવિવારે, આઠમ અને પૂનમના દિવસે પણ સવારે 4 વાગ્યે ખૂલશે મંદિરના દ્વાર. બાકીના દિવસો દરમિયાન મંદિરના સવારે 5 વાગ્યે ખૂલશે દ્વાર.
યાત્રાધામ પાવાગઢમાં મંદિર ટ્રસ્ટ તરફથી નવરાત્રિ દરમ્યાન અહીં આવનારા દર્શનર્થીઓ સરળતાથી માતાજીના દર્શન કરી શકે તે માટે નિજ મંદિરના કમાડ ક્યારે કેટલા સમયે ખોલવામાં આવશે તે અંગે જાહેરાત કરી છે. નવરાત્રિના નવ દિવસ અને પૂનમ સુધીના પંદર દિવસ માટે મંદિરના દ્વારા વહેલા ખોલવામાં આવનાર છે. આ પંદર દિવસમાં પાંચ દિવસ મંદિરના દ્વાર વહેલી સવારે 4:00 કલાકે ખોલવામાં આવશે અને રાત્રે 8:00 કલાકે બંધ કરવામાં આવશે. જ્યારે 10 દિવસ માટે નિજ મંદિરના દ્વાર સવારે 5:00 વાગ્યે ખોલવામાં આવશે અને રાત્રે 8:00 વાગ્યે બંધ કરવામાં આવનાર છે.





ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
