MS Bitta Exclusive Interview: ઓલ ઈંડિયા એન્ટી ટેરરીસ્ટ ફ્રંટના ચેયરમેનના અધ્યક્ષ બિટ્ટાનું મોટું નિવેદન
MS Bitta Exclusive Interview: ઓલ ઈંડિયા એન્ટી ટેરરીસ્ટ ફ્રંટના ચેયરમેનના અધ્યક્ષ બિટ્ટાનું મોટું નિવેદન
પહલગામ આતંકી હુમલાનો ભારત પાકિસ્તાનને ક્યારે જવાબ આપશે તેની ચર્ચાની વચ્ચે ઓલ ઈંડિયા ટેરરીસ્ટ ફ્રંટના ચેયરમેન એમ.એસ.બીટ્ટાએ ભારતની સરકારની કાર્યવાહી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે...નરેંદ્ર મોદીના નેતૃત્વ વાળી દેશની સરકાર પાકિસ્તાનને ચારે કોર ચીત કરશે તેવો દાવો પણ એમ.એસ.બીટ્ટાએ વ્યક્ત કર્યો છે..જે ખુદ આતંકીઓના નિશાના પર છે તેવા એમ.એસ.બીટ્ટાએ ભારતના નાગરિકોને ઈઝરાયલમાંથી નાગરિક ધર્મ શીખવાની સલાહ આપી છે. અમેરિકા સહિતના વિશ્વના તમામ દેશો ભારતના સમર્થનમાં રહેવાનો તેમજ પાકિસ્તાનને તેના કુકર્મોની સજા સત્વરે મળશે તેવી શ્રદ્ધા અને દેશની કટિબદ્ધતા વ્યક્ત કરતા શું કહ્યું બીટ્ટાએ આવો જોઈએ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં.



















