Triple Accident News: અમરેલી-ભાવનગર હાઈવે પર ગમખ્વાર ટ્રિપલ અકસ્માત, 3ના મોત
અમરેલીના રાજુલા પાસે ભયાનક અકસ્માત. ST બસ... કાર અને બાઈક ટકરાતા કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત. સ્વીફ્ટ કાર ઉછળીને ST બસની સાઈડમાં આવી જતાં અકસ્માત સર્જાયો. આ સમયે જ પાછળથી આવતો બાઈકચાલક પણ ટકરાયો.. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ST ડેપોના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. કારમાં સવાર મૃતકો પાદરાના રહેવાસી અને દીવથી આવતા હોવાની માહિતી છે.
અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત. રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ, કાર અને બાઈક વચ્ચે થયો ત્રિપલ અકસ્માત. જેમાં કારમાં સવાર ત્રણેય વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા. રાજુલાના હિંડોરણા રોડ પર રોંગ સાઈડથી આવતી સ્વિફ્ટ કાર ઊછળીને એસટી બસ સાથે અથડાઈ. આ સમયે પાછળ આવી રહેલ બાઈક ચાલક પણ અથડાયો. અને ગંભીર રીતે ઘાયલ થયો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો. કાર સવાર પાદરાના રહેવાસી હોવાની અને દીવ તરફથી આવતા હોવાની માહિતી મળી. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોચી અને તપાસ હાથ દરી.
















