Gujarat Fertilizer Scam: જામનગર અને ભાવનગરમાં ખાતરમાં ગોટાળાનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Gujarat Fertilizer Scam: જામનગર અને ભાવનગરમાં ખાતરમાં ગોટાળાનો પર્દાફાશ, જુઓ અહેવાલ
જામનગરના ગુજરાત ફર્ટિલાઈઝર્સ ડીલર્સ એસોસિએશને મંજૂરી ન હોવા છતાં યુરિયાનું વેચાણ કર્યું . ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે પણ યુરિયાના વેચાણનું નથી લાયસન્સ . બંનેએ વગર લાયસન્સે યુરિયાનું માર્ચ અને એપ્રિલમાં વેચાણ કરતા શંકા ઉપજી. રાજ્યના 10 જેટલા જિલ્લામાં માર્ચ - એપ્રિલ 2025માં ખાતરનો અસામાન્ય જથ્થો વેચાયો.વર્ષ 2024ની સરખામણીએ 40થી65 ટકા વધુ જથ્થો વેચાયો . માર્ચ - એપ્રિલમાં ખાતરની જરૂર ખેડૂતોને નહીવત હોય છે . 10 જેટલા જિલ્લાના 37 ડીલરોને ખાતરના વેચાણ અંગે નોટિસ ફટકારવામાં આવી .
ક્યાં જિલ્લામાં અસામાન્ય જથ્થો વેચાયો?
ભાવનગર
રાજકોટ
સુરેન્દ્રનગર
સાબરકાંઠા
મોરબી
નવસારી
છોટાઉદેપુર
બોટાદ
મહીસાગર
અરવલ્લી
હાલ ચોમાસાના સમયે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. પરંતુ છોટાઉદેપુર તાલુકાના ખેડૂતોને ખાતર મેળવા માટે ફક્ત ધરમ ધક્કા જ ખાવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના આ એક ખાતરનો ડેપો છે. જ્યાં આજ વહેલી સવારથી લાંબી લાંબી કતારો લાગી છે. ખેડૂતોનું કહેવું છે, કે આજે જ નહીં છેલ્લા ત્રણ દિવસ થી રોજ આવું પડે છે. અને ફરી નીરાશ થઈ પાછા જવાનો વારો આવે છે. જેનું કારણ ખાતરના ડેપો મેનેજરનું કહેવું છે, કે પૂરતા પ્રમાણમાં ખાતર આવતું ના હોય જે જે જથ્થો હોય તે આપવામાં આવે છે.
આજ વહેલી સવારથી ખેડૂતો ખાતર મેળવવા લાઇનો માં ઊભા છે. અહીં નથી પીવા ના પાણી ની વ્યવસ્થા કે ના અહીં બેસવાની વ્યવસ્થા લાઇનોમાં ઊભા રહેલા ખેડૂતો એક રાહ જોઈ ને ઊભા છે, કે તેમને ખાતર મળે પરંતુ આ ડેપોમાં જે ખેડૂતો લાઇનમાં ઊભા છે. તેટલા પ્રમાણમાં અહીં જથ્થો નથી. એટલે કે કલાકો સુધી ઉભા રહેલા ખેડૂતોને આજે પણ ફરી ધક્કો ખાવા ના વારો આવશે.
હાલ ચોમાસાનો સમય છે, અને હાલ વરસાદ રોકાયો છે. જેથી ખેડૂતોને ખેતરમાં ખાતર નાખવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. જો ખાતર નહીં મળે તો તેમને કરેલ વાવણી ફેલ થાય તેવી પણ શકયતા જોવાઈ રહી છે. જેથી અહીં આવતા ખેડૂતોને ભલે ભૂખા તરસ્યા ઊભા રહેવાની વારો આવ્યો છે. તે તકલીફ વેઠીને પણ ઉભા રહી રાહ જોઈ રહ્યા છે . કંટાળે ખેડૂતોનું કહેવું છે, કે સરકાર ખેડૂતોની ચિંતા કરી અને જે પુરવઠો ઓછો આવેં છે. તેમાં જરૂરિયાત પ્રમાણેનો વધારો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.
સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું હોવાના દવા ભલે કરતી હોય પરંતુ આજ જે રીતે કલાકો બાદ પણ લાઇનમાં ઊભા રહ્યા પછી પણ તેમને નિરાશ થઈ પાછા જવાનો વારો આવે છે.

















