Gir Somnath | વરસાદની તોફાની બેટિંગથી લોકોને અસહ્ય ગરમીથી મળી રાહત
ગીર સોમનાથ જિલ્લામા વહેલી સવારથી વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે... વેરાવળ બાદ સૂત્રાપાડામાં પણ વરસાદની શરૂઆત થઈ હતી.. સૂત્રાપાડાના વિવિધ ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો... અહીંયાના ટીમડી, ગોરખમઢી, અંતરાપુર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો...
હાલ રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે.ગુજરાતમાં પ્રવેશેલુ ચોમાસું નવસારીમાં અટક્યું છે...... હવામાન વિભાગ અનુસાર ચોમાસું (Monsoon) નવસારી સુધી પહોંચી ગયું છે પણ હાલ સિસ્ટમ નબળી પડી ગઈ છે. સાથે જ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ (Rain) થવાની શક્યતા છે...... અસહ્ય બફારા વચ્ચે વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી હતી..



















