Gujarat Corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 183 કેસ, એક્ટિવ કેસનો આંકડો 800ને પાર
Gujarat Corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 183 કેસ, એક્ટિવ કેસનો આંકડો 800ને પાર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ગઈ છે. જેમાંથી 29 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે. 78 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.
દેશમાં કોવિડ-19 કેસોની સંખ્યા ફરી એકવાર વધી રહી છે. શનિવાર સવાર સુધીના આંકડા મુજબ, ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 5755 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 391 નવા કેસ નોંધાયા છે અને ચાર લોકોના મોત થયા છે - જેમાંથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુના છે.
કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે, જ્યાં એક જ દિવસમાં 127નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. ત્યારબાદ ગુજરાતમાં 102, પશ્ચિમ બંગાળમાં 26 અને દિલ્હીમાં 73 નવા કેસ નોંધાયા છે. આ રાજ્યોમાં મળીને દેશભરમાં કુલ 391 નવા કેસ નોંધાયા છે. કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે હોસ્પિટલોની તૈયારી તપાસવા માટે મોક ડ્રીલ હાથ ધરી હતી.





















