Gujarat Corona Case: રાજ્યમાં વકર્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 167 કેસ
Gujarat Corona Case: રાજ્યમાં વકર્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 167 કેસ
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં એક જ દિવસમાં નવા 107 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 615 નોંધાઈ છે. જેમાં 600 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તો અન્ય 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હાલનો વાયરસ ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિએન્ટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
જો દેશમાં વધતા કોરોનાના કેસની વાત કરીએ તો ભારતમાં કુલ 5364 એક્ટિ કેસ છે. જ્યારે 4724 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં સૌથી વધુ કોરોનાના કેસ 1679 કેરળમાં નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા કેસ ત્રિપુરામાં નોંધાયા છે.



















