Gujarat Heatwave: શેકાયું ગુજરાત, રાજ્યના ચાર શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો
Gujarat Heatwave: શેકાયું ગુજરાત, રાજ્યના ચાર શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો
ગુજરાતમાં ફરીથી ગરમી પડવાની શરુ થઈ ગઈ છે. જૂન મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ભીષણ કરમી પડી રહી છે. તો બીજી તરફ મે મહિનામાં વરસાદને કારણે નૌતાપાના કહેરથી બચી ગયેલા રાજ્યોને જૂનમાં તીવ્ર ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં પણ અત્યારે હીટવેવ ચાલી રહ્યું છે.
હવામાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાયું હતું. મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 38 ડિગ્રી આસપાસ રહ્યો હતો. આંકડા પ્રમાણે રાજ્યમાં 33.6 ડિગ્રીથી લઈને 40.7 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 40.7 સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 33.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.





















