Gujarat Heavy Rain Alert | રાજ્યમાં બે દિવસ વરસશે ભારે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ | Abp Asmita
Gujarat Heavy Rain Alert | રાજ્યમાં બે દિવસ વરસશે ભારે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ | Abp Asmita
રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે. આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં અતિ ભારે તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી શકે છે. આજની વાત કરીએ તો અરવલ્લી મહેસાગર જિલ્લાના છૂટા છવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કે ભાવનગર, વલસાડ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેયપુર જિલ્લાના છૂટા છવાયા ભાગોમાં ભારી વરસાદની આગાહીને લઈ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સંઘપ્રદેશ દમણ દાદરાનગર હવેલીમાં પણ આજે ભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.



















