(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ક્યા ક્યાં તૂટી પડશે વરસાદ? | Abp Asmita | 4-9-2024
Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ક્યા ક્યાં તૂટી પડશે વરસાદ? | Abp Asmita | 4-9-2024
ગુજરાત પર સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી ત્રણ કલાક પોરબંદર, રાજકોટ સહિત આ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન છે. આગામી ત્રણ કલાક કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર,રાજકોટમાં હળવો વરસાદ વરસી શકે છે. બોટાદ, અમરેલી, જૂનાગઢ,ગીર સોમનાથ, ભાવનગર, દીવ,બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી છે તો ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.
મહીસાગર,દાહોદ, પંચમહાલ,ખેડા,આણંદ, વડોદરા,છોટા ઉદેપુર, ભરૂચ,નર્મદા,સુરત, તાપી, નવસારીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. ડાંગ વલસાડમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે. દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.