(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Police | ગુજરાત પોલીસમાં હવે ASIની સીધી ભરતી નહી થાય, ગૃહ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
હવે ગુજરાત પોલીસ વિભાગમાં સીધી રીતે નહીં થાય આસિસ્ટંટ સબ ઈન્સપેક્ટરની ભરતી. આ માટે ગૃહ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. હવે આસિસ્ટંટ સબ ઈન્સપેક્ટરની ખાલી રહેલી જગ્યા બઢતી આપીને જ ભરવામાં આવશે. ગૃહ વિભાગના પરિપત્રને રાજ્ય પોલીસ વડા કચેરીએ તમામ પોલીસ અધિકારીઓને મોકલી આપ્યો છે..
ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ હાલમાં ખાલી પડેલી બિનહથિયારી એ.એસ.આઇ.ની જગ્યાઓ ભરવા માટે હેડ કોન્સ્ટેબલ સંવર્ગમાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ અંગેની પ્રક્રિયા ૩૦મી ઓગસ્ટ સુધી પૂર્ણ કરવા જણાવાયું છે.
રાજ્યના તમામ પોલીસ વડાઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તેઓએ પોતાના અધિકારક્ષેત્ર હેઠળની કામગીરી પૂર્ણ કરીને ૩૧મી ઓગસ્ટ સુધીમાં અહેવાલ સબમિટ કરવાનો રહેશે.
આ નિર્ણયથી પોલીસ દળમાં અનુભવી કર્મચારીઓને વધુ જવાબદારી મળશે અને તેમની પ્રગતિના માર્ગ મોકળાશે તેવી આશા સેવાય છે.
આ મામલે હવે વિરોધ પણ થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતે ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો છે.