Ambalal Patel Rain Forecast: ગુજરાતીઓના તહેવાર બગડશે!, અંબાલાલ પટેલની મોટી ચેતવણી
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સારો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તેને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલે ઓક્ટબર સુધીના વેઘરને લઇને આંકલન કર્યું છે. એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, હાલ ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ ગઇ છે. ગણેશ ચતુર્થી બાદ નવરાત્રિનો નવ દિવસનો લાંબો ઉત્સવ મનાવાશે. આ પર્વમાં વરસાદ વિઘ્નરૂપ બનશે કે કેમ એ અંગે અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ ગુજરાતમાં ઓક્ટોબર સુધી મોનસૂન સક્રિય રહેશે અને છૂટછવાયો ક્યાંક ભારે તો કયાંક મધ્યમ વરસાદ વરસશે.
27 ઓગસ્ટથી દેશભરમાં ગણેશ ઉત્સવ શરૂ થશે. અંબાલાલ પટેલે ગણેશ ઉત્સની આસપાસ વરસાદની આગાહી કરી છે. ગણેશ પર્વ દરમિયાન પણ વરસાદની ઝાપટાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો ભાદરવી પૂનમના મેળા સમયે પણ વરસાદ યથાવત રહેશે. નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને આ દરમિયાન બફારો અને ઉકળાટ અનુભવાશે. આ સમયમાં એકાદ જિલ્લામાં વરસાદની ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ 25 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 25થી 28 દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ વરસશે.
















