Kutch Rains: કચ્છમાં વરસ્યો ધોધમાર વરસાદ, અંજારમાં ચારેય તરફ જળબંબાકાર
ધોધમાર વરસાદથી કચ્છમાં જળબંબાકારની સ્થિતિ. બે કલાક વરસેલા ધોધમાર વરસાદથી અંજાર થયું પાણી પાણી. ધોધમાર વરસાદથી ખત્રી બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. તો આતરફ અંજાર માર્કેટ યાર્ડમાં કચ્છની કેસર કેરીના બોક્સ વરસાદી પાણીમાં પલળી જતા ખેડૂોતો અને વેપારીઓને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો.
નખત્રાણામાં પણ વરસેલા ધોધમાર વરસાદે સ્થાનિકોની મુશ્કેલી વધારી દીધી.. નખત્રાણા-લખપત હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા.. હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો.. રોડ પર પાણી ભરાતા હાઈવેની બંન્ને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.. તો નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોડ-રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો..
આ તરફ ભુજ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદે પાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી નાંખી.. પ્રથમ વરસાદમાં જ ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં ઘુંટણસમા પાણી ભરાયા.. બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘુંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો..

















