(Source: ECI | ABP NEWS)
Cyclone Shakti: શક્તિ વાવાઝોડાને લઈ આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ શક્તિ વાવાઝોડું ધીમું પડયું છે. ગુજરાતમાં શક્તિની અસર નહીં થાય. આગામી 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે શક્તિ વાવાઝોડું યુ ટર્ન લેશે અને વાવાઝોડું ધીમે-ધીમે શાંત પડશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, દ્વારકાથી 940 કિ.મી અને નલિયાથી 960 કિ.મી શક્તિ વાવાઝોડું દૂર છે. આવતીકાલથી ડીપ્રેશનમાં પરિવર્તિત થશે. આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દરિયાકાંઠે 40 થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દરિયાકાંઠે DW-2 સિગ્નલ લગાવાયું છે. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે.




















