Jayesh Radadiya: નવા મંત્રીમંડળમાં સમાવેશ ન થવા મુદ્દે જયેશ રાદડિયાની સ્પષ્ટ વાત
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે મહિસાગર જિલ્લામાં યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ. 42 ગામ લેઉવા પાટીદાર સમાજ આયોજીત આ કાર્યક્રમમાં ભાજપ ધારાસભ્ય જયેશ રાદડીયા ખાસ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા જ નહીં, પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશના અલગ અલગ વિસ્તારમાંથી ઉપસ્થિત રહીને આગેવાનોએ સમાજને આગળ લઈ જવા માટેના મંતવ્યો રજુ કર્યા. પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવા બદલ જયેશ રાદડીયાએ મહિસાગર જિલ્લા પાટીદાર સેવા સમાજ મંડળના પ્રમુખ અને ટીમને અભિનંદન પાઠવ્યુ.. નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળવા અંગે જયેશ રાદડીયાએ પ્રતિક્રિયા આપી કે મંત્રીમંડળમાં સ્થાન મળવુ એ નસીબની વાત હોય છે.. સાથે જ કહ્યુ કે 30 વર્ષની ઉંમરે મે મંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી હતી.. દસ વર્ષ સુધી મે કામ કર્યુ.. સમયે સમયે સમાજ, જ્ઞાતિ બધા જિલ્લાને બેલેન્સ કરીને ચાલવાનું હોય છે..
















