Gujarat Rain Forecast : આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં પણ વરસાદની આગાહી
Gujarat Rain Forecast : આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં પણ વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે. એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર જોવા મળશે. ત્રણ દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. રિપોર્ટનુ માનીએ તો, આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેમાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે.
30 અને 31 જુલાઈના રોજ જામનગર, અમરેલી, કચ્છ, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં થોડો વરસાદ પડવાની શક્યતા છે. 1 અને 2 ઓગસ્ટના રોજ જામનગર, અમરેલી, કચ્છ, મોરબી, રાજકોટ, ભાવનગર સહિત કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.




















