(Source: ECI/ABP News/ABP Majha)
Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, 75 નેતાઓને સોંપાઇ મોટી જવાબદારી
Lok Sabha Election 2024 | કોંગ્રેસનું સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતનાં તમામ તાલુકાઓમાં 'સંમેલન'નું આયોજન. 75 જેટલા આગેવાનોને તાલુકા સ્તરે સંમેલનની જવાબદારી સોંપાઈ. તાલુકાઓમાં પદયાત્રામાં નીકળવામાં આવશે અને સ્થાનિક પ્રશાસન કચેરી-મથકે આવેદનપત્ર આપી રજુઆત કરશે. સ્થાનિકોને થતા અન્યાય વિરુદ્ધ તાલુકા મથક સુધી 'જન અધિકાર પદયાત્રા' કરવામાં આવશે. 10 ફેબ્રુઆરી સુધીમાં તમામ તાલુકાઓમાં સંમેલન પૂર્ણ કરવાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો આદેશ. તમામ 243 તાલુકાઓમાં સ્થાનિક લોકોને સાથે રાખીને ભાજપ સરકારનાં અન્યાય અને અણઘડ વહીવટ અંગે લોકો સુધી સાચી હકીકત લઈ પહોંચાડવામાં આવશે. લોકસભા ચૂંટણીને અંતર્ગત તાલુકાની મુલાકાત કરીને તાલુકાના પ્રશ્નો તથા સંગઠનને મજબૂત કરવા માટે સ્થાનિક આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ સાથે સંમેલન બેઠકનું આયોજન કરવાની મહત્વપૂર્ણ જવાબદારી 75 આગેવાનોને સોંપવામાં આવી.