Mehsana News | સ્કૂલમાં કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈંકાર
નવરાત્રી મહોત્સવની ઉજવણીની તૈયારી કરતા હતા ત્યારે કરંટ લાગવાની આ ઘટના બની હતી. આ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા. આ બનાવને પગલે આ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મહેસાણાના વિજાપુરમાં સ્કૂલમાં બાળકનું મોત થતા પરિવારમાં રોષ. સ્કૂલ પ્રશાસન બેદરકારીના કારણે બાળકનું મોત થયા હોવાનો પરિવારનો આરોપ છે. મોટી સંખ્યામાં સ્થાનિકો અને પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા છે. અને સિવિલ હોસ્પિટલમાં મામલો ઉગ્ર બનતા પોલીસ પણ પહોંચી. પરિવારના લોકોએ ગુનેગાર સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી પોસ્ટ મોર્ટમ કરવાનો ઈંનકાર કર્યો..
મહેસાણાના વિજાપુરની સેન્ટ જોસેફ સ્કૂલ ખાતે રાત્રિના ગરબાનો કાર્યક્રમ હોવાથી શાળામાં ડેકોરેશન માટે લાઇટ સિરીઝ ફિટિંગનું કામ ચાલી રહ્યું હતું. બપોરના સમયે શાળામાં બે કારીગર અને શાળાનાં ત્રણ બાળકો લાઇટ સિરીઝનું કામ કરી રહ્યાં હતાં. એ દરમિયાન તમામને વીજકરંટ લાગ્યો હતો, જેમાં એક બાળકનું મોત થયું છે, જેથી બાળકના પરિવારે હોસ્પિટલમાં તોડફોડ કરી હતી તેમજ સંચાલકોની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાના આક્ષેપ કરીને એક જ માગ કરી હતી કે 'ચાલુ કરંટે બાળકો જોડે વાયરિંગનું કામ કરાવનારા સંચાલકોને સામે લાવો'.