(Source: Poll of Polls)
Gujarat Rain Forecast: દિવાળીના દિવસે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી
દિવાળીના દિવસે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં 20,21 અને 22 ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.. હવામાન વિભાગ મુજબ આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. તો આવતીકાલે એટલે કે દિવાળીના દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં પણ વાદળછાયુ વાતાવરણ છવાયેલુ રહેશે.
હાલની ગુજરાતના હવામાનની વાત કરીએ તો 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્કમાં કેટલાક વિસ્તારમાં વાતાવરણ બદલાતું રહેશે, કયાંક વાદળછાયુું વાતાવરણ રહેશે તો ક્યારે હળવો છૂટછવાયો વરસાદ વરસી શકે છે. તાપી, સુરત, વલસાડ નવસારી, ડાંગમાં વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે.



















