Weather Forecast: આગામી દિવસોમાં કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? જુઓ હવામાન વિભાગની આગાહી
હજુ પણ રાજ્યમાં ઠંડીનો કોઈપણ અણસાર નહીં હવામાન વિભાગની આગાહી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી આપવામાં આવી છે. પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે કારણ કે હાલ પવનની જે દિશા છે તે ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદ મહત્તમ તાપમાન 36.1 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 20.4 તાપમાન નોંધાયું . રાજકોટમાં મહત્તમ તાપમાન 37.9 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 20.0 નોંધાયુંહાલ હજુ બેવડી ઋતુ રહી શકે છે. આજે અમરેલી અને ગાંધીનગર રહ્યા સૌથી ઠંડા. આ બંને શહેરોમાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું.
તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે માવઠું પડવાની આગાહી. અંબાલાલ પટેલના અનુસાર, નવેમ્બરના અંતિમ સપ્તાહ કે ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ. 24 નવેમ્બર પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે... પરિણામે ગુજરાતમાં માવઠું પડી શકે. તો 15 નવેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.