MLA Hira Solanki: અમરેલીમાં મજૂરોને માર મારવાને લઈ MLA હીરા સોલંકી લાલઘૂમ
અમરેલીમાં મજૂરને માર મારવા મુદ્દે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી લાલઘૂમ. આસરાણા ગામે જઈ હીરા સોલંકીએ ફોન કરી માર મારનારા શખ્સોને આપી ગર્ભીત ચેતવણી. પટવા ગામના મજૂરોના ટ્રેક્ટરને કોઈ રોકશે તો યોગ્ય કાર્યવાહીની આપી ચીમકી..અસામાજિક શખ્સોએ મજૂરને માર્યો હતો માર.
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી આવ્યા ખેત મજુરોની વ્હારે. પટવા ગામના ખેત મજૂરો ટ્રેક્ટર લઈને નાના આસરણા ગામ ગયા હતા. ત્યારે જ કેટલાક અસામાજિક તત્વોએ ખેત મજુરોને માર માર્યો હતો.. ઘટનાની જાણ થતા ધારાસભ્ય હીરા સોલંકી પોતાના સમર્થકો સાથે નાના આસરણા પહોંચ્યા હતા. જ્યાં તેમણે અસામાજિક તત્વોને ગર્ભિત ચેતવણી આપી હતી. હીરા સોલંકી નાના આસરમા ગામના સીમ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો અને મજૂરો પણ હાજર હતા.. મોબાઈલ પર વાત કરતા હીરા સોલંકીએ અસામાજિક તત્વોને ગર્ભિત ચેતવણી આપતા શું કહ્યું આપ પણ સાંભળો.




















