(Source: ECI/ABP News/ABP Majha)
Jamnagar Panipuri Reality Check | આ પાણીપુરી આરોગી તો બીમાર પડવાનું નક્કી!
બજારમાં મળતી પાણીપુરી ખાતા પહેલા સાવધાન.. એબીપી અસ્મિતાની ટીમે જામનગર શહેરમાં શંકર ટેકરી વિસ્તારમાં રિયાલીટી ચેક કર્યું. ખરાબ તેલમાં પુરીઓ તળવામાં આવતી હતી. એટલું જ નહીં સડેલી હાલતમાં રહેલી ડુંગળીઓ સમારવામાં આવી રહી હતી. જ્યારે બટાકા અને ચણાને પ્લાસ્ટીકના કોથળામાં પેક કરીને બાફવામાં આવતા હોવાનો દ્રશ્યો જોવા મળ્યા. જેને લઈ આવા પ્રકારની સામગ્રીમાંથી તૈયાર થતી પાણીપુરી લોકોના સ્વાસ્થ્ય જોખમમાં મૂકી શકે.
જામનગર શહેરમાં આજે એબીપી અસ્મિતાની ટીમ શંકરટેકરી વિસ્તારમાં પહોચી જ્યાં એક મકાનની અંદર લગભગ દસ જેટલા પાણીપુરીની લારીઓ વાળા વસવાટ કરે છે, અહી એબીપી અસ્મિતાના કેમેરામાં એ દ્રશ્યો કેદ થયા જેમાં ગંદકીથી ખદબદતી જગ્યાઓમાં એકદમ ગંદા તેલમાં પાણીપુરીની પુરીઓ તળાઈ રહી હતી તો બીજી તરફ સડેલ જેવી ડુંગળીઓ સમારીને લોકોને પાણીપુરીમાં પીરસવામાં આવે છે તે સડેલ ડુંગળીઓ ને સમારવામાં આવતી હતી, બટેટા અને ચણાને પ્લાસ્ટીકના કોથળામાં પેક કરીને બાફવામાં આવતા હતા ઉપરાંત ગંદા પાણીમાં બટાટા અને ચણા બફાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હવે આ દ્રશ્યો જોઇને કોણે પાણીપુરી આરોગવી ગમશે..? એક રીતે જોઈએ તો આવા બહારના બજારમાં મળતા ખોરાક આરોગી ને લોકો પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે.