Arvalli News | અરવલ્લીમાં લોકો સ્મશાન યાત્રા સાથે નદી વચ્ચેથી પસાર થવા મજબૂર
વિકસિત ગુજરાતના દાવાના લીરે લીરા ઉડતા હોય તે પ્રકારનો એક વધુ વિડીયો સામે આવ્યો છે. મેઘરજના ગોડવાડામાં શબને સ્મશાને લઈ જવા ડાગો નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ઘોરવાડા અને ઓઢા વચ્ચે ડીપ બનાવવાની માંગ વર્ષો જૂની છે, પરંતુ હજી સુધી ડીપ ન બનતા આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે કે સ્મશાને લઈ જવા માટે ડાગુ નદીમાંથી પસાર થઈ રહ્યા છે. કેડસમા પાણીમાંથી આ પ્રકારે લોકો મજબૂર થવા પસાર થવા મજબૂર બન્યા છે. ચોમાસામાં ભારે વહેણ હોય ત્યારે શબને અંતિમ સંસ્કાર માટે અગ્નિ સંસ્કાર માટે તરખવાડા ઇસરી થઈ અને સ્મશાને લઈ જવાય છે.
અરવલી જિલ્લાનું મેઘરજ છે તે અંતરિયાળ આદિવાસી વિસ્તાર કહેવાય છે. અવારનવાર આવા વિડીયો સામે આવતા હોય છે. જે આ મેઘરજના ગોરવાડાનું જે શબને સ્મશાન લઈ જવાનું જે ડાગુઓનો જે વિડીયો છે તે આજે જે વાયરલ થયો છે. છેલ્લા દસેક વર્ષથી ગામલોકોને સમસ્યા છે. મૃતને સ્મશાને લઈ જવા માટે નદીમાં થઈને પસાર થવું પડે છે. ખાસ કરીને જે ગુરવડા અને ઓઢા વચ્ચેનો ડીપ છેલ્લા 10 વર્ષ તૂટેલો છે. ત્યાં વારંવાર ગામ લોકો માગણી કરી રહ્યા છે છતાં તંત્ર સાંભળતું નથી. ગામ લોકો દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવે છે કે આવનારા સમયમાં જો આ ડીપ બનાવવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.