PM Modi:કેવડિયાથી વડાપ્રધાન મોદીનું સંબોધન ,જુઓ વીડિયોમાં
રાષ્ટ્રીય એકતા દિવસ નીમિત્તે પીએમ મોદીએ કેવડિયામાં સંબોધન શરૂ કર્યું છે...
લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, હું 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ એક અદ્ભુત સંયોગ લઈને આવ્યો છે. આજે એક તરફ આપણે એકતાનો તહેવાર મનાવી રહ્યા છીએ તો બીજી તરફ દિવાળીનો પવિત્ર તહેવાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (31 ઓક્ટોબર) ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું કે આતંકવાદના આકાઓએ દેશ છોડવો પડશે.
આ પ્રસ્તાવને કેબિનેટ દ્વારા પહેલા જ મંજૂરી આપવામાં આવી છે અને આગામી શિયાળુ સત્રમાં સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે. 'વન નેશન, વન ઇલેક્શન' નો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં એક જ દિવસે અથવા નિર્ધારિત સમય મર્યાદામાં તમામ ચૂંટણીઓ કરાવવાનો છે, જેથી સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે અને દેશના વિકાસને નવી ગતિ મળે.