Sabarkantha News: હિંમતનગરમાં બાળતસ્કરી કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
હિંમતનગરમાં બાળતસ્કરી કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ. ચાર લાખ રૂપિયા માટે પિતા અને બાળકીના પિતરાઈ ભાઈએ જ બાળકીને રાજસ્થાનમાં વેચી દીધી હતી. પહેલા તો બાળકીના પરિવારે 60 હજાર રૂપિયાની લેતીદેતીમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જોકે, તપાસમાં ખૂલ્યું કે, પિતરાઈ ભાઈને એક લાખ 60 હજારનું દેવુ થઈ ગયું હોવાથી બાળકીના પિતાએ પરિવારની જાણ બહાર બાળકીને રાજસ્થાનના અલવરના ઉમેદ નટ નામના શખ્સને વેચી દીધી હતી. એટલુ જ નહીં. ઉમેદ નટ સાથે કરાર પણ કર્યો હતો કે, બાળકી જ્યારે 18 વર્ષની થશે ત્યારે તેના લગ્ન ઉમેદના પુત્ર સાથે કરાવાશે. હાલ તો બાળકીને રાજસ્થાનથી છોડાવી પોલીસ હિંમતનગર લાવી અને મેડિકલ રિપોર્ટ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી છે...પોલીસે કુલ છ પૈકી ચાર આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બાળકીના પિતા અને પિતરાઈ ભાઈની શોધખોળ ચાલી રહી છે.




















