Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં હવે થશે ચોમાસાની જમાવટ.. હવામાન વિભાગે કરી છે આગાહી.. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની કરી આગાહી.. સાથે પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાકની રહેશે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ,નવસારી,વલસાડ,દમન,દાદરા નગરહવેલીમાં વરસાદની આગાહી.. સુરત, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ..તો મધ્ય ગુજરાતમાં નર્મદા ,છોટાઉદેપુર,વડોદરા,આણંદમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી.અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થશે. જુનાગઢ,અમરેલી,ભાવનગર, ગીર,સોમનાથ,બોટાદમાં ભારે વરસાદ થઈ શકે.
હવામાન વિભાગના અહેવાલ મુજબ, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ 15 મીમી પ્રતિ કલાકથી વધુની ઝડપે ભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે અને જમીન પર વીજળી પડવાની 30% થી 60% જેટલી સંભાવના છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, મુખ્ય માર્ગો બંધ થવા અને ટ્રાફિક જામની ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. આ ઉપરાંત, જૂની અને જર્જરિત ઇમારતો કે વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી પડવાને કારણે જાનહાનિનું જોખમ પણ રહેલું હોવાથી લોકોને સાવચેતી રાખવા જણાવાયું છે.


















