RushiBharti Ashram | Vireshwari Bharati | હું કોઈ ખરાબ કામ નથી કરતી... ભારતી માતાજીનો મોટો દાવો
અમદાવાદના સરખેજના ભારતી આશ્રમનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ આશ્રમ પર આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ મહારાજ દ્વારા કબ્જો કરવામાં આવ્યો. હરિહરાનંદ ભારતીએ ઋષિભારતી બાપુને શિષ્ય તરીકે બરખાસ્ત કર્યા હતા. ત્યારે હવે આ વિવાદ વધુ વકરતાં આ મુદ્દે ચર્ચા કરવા માટે અમદાવાદના સનાથલ સ્થિત લંબેનારાયણ આશ્રમમાં ચર્ચા ચાલી રહી છે. આજે પોલીસ અને બાઉન્સર્સની ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમદાવાદના લંબેનારાયણ આશ્રમમાં ઋષિ ભારતીના સમર્થનમાં બેઠક ચાલી રહી છે. ઋષિ ભારતીના સમર્થનમાં પૂર્વાશ્રમના સમાજના લોકો અમદાવાદમાં ભેગા થયા છે. ત્યારે આ બેઠકમાં વિશ્વેશ્વર ભારતી માતાજી પણ હાજર છે. ગુરુ-શિષ્યના વિવાદ પછી પહેલીવાર વિશ્વેશ્વર ભારતી માતાજી સામે આવ્યા છે. જણાવી દઈએ કે આ સમગ્ર વિવાદમાં ભરતી માતાજી પર પણ આરોપો લાગ્યા છે. ત્યારે વિશ્વેશ્વરી ભારતીએ તેમના પર લાગેલા તમામ આક્ષેપો ફગાવી દીધા છે. દરમિયાન તેઓ રડી પડયા હતા.