Nadiad News | નડિયાદમાં જીરા સોડા પીધા બાદ 3 લોકોના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો
નડિયાદમાં જીરા સોડા પીધા બાદ 3 લોકોના મોતનો કેસ. જેમાં થયો છે ચોંકાવનારો ખુલાસો. પોલીસ તપાસમાં ખુલ્યું કે, જીરા સોડામાં સોડિયમ નાઈટ્રાઈટ ભેળવી 3 લોકોની કરાઈ હતી હત્યા. આરોપી છે મૃતક કનુભાઈ ચૌહાણના જ પાડોશમાં રહેતો હરિકિશન મકવાણા નામનો શખ્સ. આરોપી હરિકિશન ખેડા જિલ્લાના સણાલી ગામની સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક છે... તેની સામે હાલમાં જ પાટણમાં હનીટ્રેપનો ગુનો દાખલ થયો હતો. પોલીસ પકડશે અને બદનામી થશે તે ડરથી શિક્ષક હરિકિશને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. આત્મહત્યા કરતાં પહેલાં અખતરો કરવા તેણે વિકલાંગ કનુભાઈ ચૌહાણને જીરા સોડામાં સોડિયમ નાઈટ્રાઈટ ભેળવીને પીવડાવ્યું હતું.. જેમાં કનુભાઈનું મોત થયું હતું.. પોલીસે આરોપી શિક્ષક હરિકિશન મકવાણાની ધરપકડ કરી છે.


















