Morbi | ઘેટા બકરાની જેમ ઠાંસી ઠાંસી ભર્યા વિદ્યાર્થીઓ, ઓછું પડ્યું તો વિદ્યાર્થીનીઓ પાછળ લટકી
રાજ્યમાં અવાર નવાર વાહનો પર જોખમી મુસાફરી કરાતી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહે છે પણ તાજેતરમાં એવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને જોતાં જ સહુ કોઇ ચોંકી ગયા છે. આ વીડિયોમાં જોવા મળે છે કે શાળાએ જતી વિદ્યાર્થીનીઓ રીક્ષાની પાછળ લટકીને મુસાફરી કરી રહ્યા છે. આ વીડિયો રાજકોટ મોરબી હાઇવેનો હોવાનું જાણવા મળે છે. રાજકોટ-મોરબી હાઇવે પર વિદ્યાર્થીઓની જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે સ્કૂલ જતા બાળકોનો
રીક્ષાની પાછળ લટકીને જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે. નાની વિદ્યાર્થીનીઓ સ્કૂલ ડ્રેસમાં સ્કુલ બેગ પાછળ લટકાવી રીક્ષાની પાછળના ભાગે લટકીને જતી હોય તેવું વીડિયોમાં જોવા મળે છે....



















