Ambalal Patel Prediction: હવેનાં 36 કલાક અતિભારે!, પડશે અત્યંત ભારે વરસાદ: અંબાલાલની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 36 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી ઉત્તર અને મધ્ય ગુજરાતની સાથે કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 36 કલાક રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટમાં ભારે વરસાદ વરસી શકે છે.. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.. ઉત્તર ગુજરાતના કડી, કલોલ, ખેરાલુ, માણસા, વડનગર, સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.. તો દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે..
















