Visavadar by Poll: કિરીટ પટેલના 'ઝેર'વાળા નિવેદન પર ઈટાલિયાના પ્રહાર
ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થતા જ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં રાજનીતિ ચરમસીમા પર છે.. હવે ઝીરે પીવા અને પીવડાવવાના નામે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે ભાવુક થઈને ગઈકાલે જે નિવેદન આપ્યુ હતુ કે હું ઝેરી પીવા તૈયાર છું, પણ ખેડૂતોનો એક રૂપિયો નહીં લઉ.. એ જ નિવેદન પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ પલટવાર કર્યો છે. ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો કે ભાજપ ઉમેદવારને નહીં, પરંતુ ખેડૂતો ઝેર પીવા મુજબુર હોવાનો દાવો કર્યો.. એટલુ જ નહીં.. મંડળીમાં કૌભાંડથી બે લોકોએ આત્મહત્યા કરી હોવાનો આરોપ લગાવીને ગોપાલ ઈટાલિયાએ બે વ્યક્તિએ આત્મહત્યા કરી એ પાપ કોનું છે તેવો પણ કિરીટ પટેલને સવાલ કર્યો.. સહકારી બેંકના કૌભાંડથી ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબુર થયા છે.. મંડળીના મંત્રી, ચેરમેન કરોડો રૂપિયા ખાઈ ગયા હોવાનો આરોપ લગાવીને કિરીટ પટેલ મગરમચ્છના આંસુ સારી રહ્યા છે તેવો ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો..
















