Ambalal Patel Forecast | ગુજરાતમાં હજુ વરસાદ ગયો નથી, આ તારીખો નોંધી લેજો! અંબાલાલની મોટી ભવિષ્યવાણી
ભાદરવા માસમાં ફરી અષાઢ જેવો વરસાદી માહોલ જામે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે 17થી 27 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન કરતા કહ્યું કે, “બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના કારણે દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે. મધ્યપ્રદેશના ભાગોમાં 10 થી 12 ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે. આ સિસ્ટમની અસર પૂર્વ ગુજરાત અને up તરફ જવાની શક્યતા રહેશે, પૂર્વ ગુજરાતના પંચમહાલ, દાહોદ, લીમખેડા, ગીધરા વગેરે ભાગોમાં ભારે વરસદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે. મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, નડિયાદ, વગેરે ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ રહેવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે તો દાંતા અને બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. અંબાજીના ડુંગરના ભાગોમાં પણ વરસાદ હળવા ઝાપટાંનું અનુમાન છે. પાટણ, સમી, હારીજ, બેચરાજી,, કડી, કલોલ, અમદાવાદ, ગાંધીનગર વગેરે ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં આજથી પડી શકે છે. 17 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદનું અનુમાન છે.”