Private School: ખાનગી સ્કૂલોની મનમાની પર લગામ ક્યારે ?
ફી મુદ્દે સુપ્રીમ કોર્ટના હુકમનું પણ શાળાઓ પાલન ન કરતી હોવાનું હવે ખુદ ફિ નિર્ધારણ કમિટી મહેસુસ કરી રહી છે.ટર્મ ફી અને ટ્યૂશન ફી મુદ્દે હજુ પણ મોટી ખાનગી શાળાઓ મનફાવે તેમ ઉઘરાણી કરતી હોવાનો અને વાલીઓ હેરાન થતા હોવાનો અમદાવાદ ઝોનની FRCનું દર્દ સામે આવ્યું. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, ખાનગી શાળાઓ ફી નિર્ધારણ કમિટીએ નક્કી કરેલી ફી કરતા વધુ ફી નહીં વસૂલી શકે..સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, ફી ઉઘરાવવા મુદ્દે એક પરિપત્ર કરવામાં આવે..તેમ છતાં શિક્ષણ વિભાગે આવી સ્કૂલોની મનમાની રોકવા માટે કોઈ પરિપત્ર જાહેર કરવાની તસદી નથી લીધી. હાલત એવી છે કે, ફી મુદ્દે પરિપત્ર જાહેર કરવા ન છુટકે ખુદ FRC સરકારને પત્ર લખવા મજબૂર. ફી નિર્ધારણ કમિટીએ સરકારને લખેલા પત્રમાં રજૂઆત કરી કે, ખાનગી શાળાઓ ફી મુદ્દે 29 જુલાઈ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે વચગાળાનો હુકમ પ્રકાશિત કર્યો હતો, જેથી આ હુકમને ધ્યાને રાખી શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડવો જોઈએ, જેથી ફી મુદ્દે ચાલતી વિસંગતતા દૂર થાય..

















