Gujarat Rain Breaking News : બપોર બાદ ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Breaking News : બપોર બાદ ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ? જુઓ અહેવાલ
અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર. ગાજવીજ સાથે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ. જાફરાબાદ અને આસપાસના ગામમાં વરસાદ. નાગેશ્રી, મીઠાપુર, દુધાળા સહિતના ગ્રામમાં વરસાદ. જુનાગઢના કેશોદ તાલુકામાં વરસાદ. કેશોદ શહેર અને આસપાસના ગામમાં વરસાદ. મગફળી સહિતના ખેતીપાકને થશે ફાયદો.
છોટાઉદેપુર શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ. એસટી ડેપો,સ્ટેશન વિસ્તાર,કસ્બા વિસ્તારમાં વરસાદ. પેટ્રોલ પંપ ચોકડી, મુખ્ય હાઇવે સહિતના વિસ્તારમાં વરસાદ. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં વરસાદ . ધાનપુર અને આસપાસના ગામમાં વરસાદ. ઝાબૂ વાસિયા, ડુંગરી સહિતના ગામમાં વરસાદ.
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેતાં ફરી ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમના કારણે ખાસ કરીન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે. મેઘરાજાએ રાજ્યમાં જોરદાર બેટિંગ કર્યાં બાદ હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદે લગભગ વિરામ લીધો છે. કચ્છના કેટલાક વિસ્તારમાં ગઇ કાલે વરસાદ વરસ્યો હતો. આગામી 24 કલાકમાં ગુજરાતમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. ભારે સાર્વત્રિક વરસાદની શક્યતા નહિવત છે.
બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઇ રહ્યું છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતમાં ફરી વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને મહારાષ્ટ્ર તરફથી ગતિ કરે તેવી શક્યતા જોવાઇ રહી છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાતા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 14 સપ્ટેમ્બરની આસપાસ આ સિસ્ટમની અસર ગુજરાતમાં પણ વર્તાશે. જેના પગલે 14 સપ્ટેમ્બરની આસપાસ ફરી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઇ શકે છે. આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે તેના પર વરસાદની તીવ્રતાનો આધાર રહેશે.





















