Hyderabad Gulzar House Fire : ગુલઝાર હાઉસમાં ભયંકર આગ, 17ના મોત, હજુ મોતનો આંકડો વધી શકે
Hyderabad Gulzar House Fire : ગુલઝાર હાઉસમાં ભયંકર આગ, 17ના મોત, હજુ મોતનો આંકડો વધી શકે
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભયંકર આગની ઘટનામાં 17 લોકોની જિંદગી હોમાઇ ગઇ જ્યારે અનેક ઘાયલ થયા છે અહીં હૈદરબાગદના ચારમિનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસ પાસેની એક ઇમારતમાં આ ભીષણ આગ લાગી હતી.માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના રવિવારે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આગ એટલી ભીષણ હતી કે ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધું હતું.
14 લોકોને બચાવી લેવામાં આવ્યા
ફાયર ફાઇટર્સના જણાવ્યા અનુસાર, ચાર પરિવારોના ડઝનબંધ લોકો હજુ પણ આ ઇમારતમાં ફસાયેલા છે. અત્યાર સુધીમાં જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં ત્રણ બાળકો સહિત 14 લોકોનો સમાવેશ થાય છે. જો કે આ બધા પણ બહુ ખરાબ રીતે દાઝી ગયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ ઇમારતમાં 30 થી વધુ લોકો રહેતા હતા. તેમાંના મોટાભાગના ભાડૂઆત હતા.
અચાનક નીકળી ચિંગારી
પોલીસના જણાવ્યા અનુસાર, ઇમારતમાં આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, રાત્રે ખૂબ જ ગરમી હતી અને ઘરમાં લગાવેલા બધા એસી ચાલુ હતા. આના કારણે ઘરનું વાયરિંગ ગરમ થઈ ગયું. આ દરમિયાન, વાયરિંગમાં આગ લાગી અને તેમાંથી નીકળેલી તણખાએ થોડી જ વારમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે લોકોને બહાર ભાગવાનો મોકો પણ ન મળ્યો.





















