CM Bhupendra Patel: મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે CMના દિલ્હી પ્રવાસને લઈ મોટા સમાચાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે દિલ્લીના પ્રવાસે છે. મુખ્યમંત્રીની ઓચિંતી દિલ્લી મુલાકાત મંત્રીમંડળના વિસ્તરણને અનુલક્ષીને હોવાની ચર્ચા ચાલી રહી છે. પરંતું એબીપી અસ્મિતાને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મળી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે દિલ્લીના પ્રવાસે છે. મુખ્યમંત્રીની ઓચિંતી દિલ્લી મુલાકાત મંત્રીમંડળના વિસ્તરણને અનુલક્ષીને હોવાની ચર્ચા ચાલી રહી છે. પરંતું એબીપી અસ્મિતાને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ મુખ્યમંત્રીની દિલ્લીની મુલાકાતને મંત્રીમંડળના વિસ્તરણ સાથે કોઈ લેવા-દેવા નથી. મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા માટે મુખ્યમંત્રી દિલ્લી મુલાકાતે ગયા હોવાની વાત માત્ર પાયોવિહોણી છે. ભૂપેન્દ્રભાઈની દિલ્લી મુલાકાત મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા માટે નહીં હોવાનો સૂત્રોએ દાવો કર્યો. પાડોશી રાજ્યો સાથેના મુદ્દાઓ મુદ્દે ચર્ચા કરવા મુખ્યમંત્રીનો દિલ્લી પ્રવાસ હોવાનો સૂત્રોએ દાવો કર્યો. તો ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રધાનમંત્રીની સાથોસાથ કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક હોવાનો સૂત્રોએ દાવો કર્યો..















