Cloud Burst In Kathua: જમ્મૂ-કશ્મીરના કઠુઆમાં વાદળ ફાટ્યું, અનેક ઘરો કાટમાળની ચપેટમાં આવ્ય:
કિશ્તવાડમાં વાદળ ફાટવાના કારણે થયેલી આફતના થોડા દિવસો પછી, હવે કઠુઆમાં વાદળ ફાટવાની ઘટના બની છે. રવિવારે (17 ઓગસ્ટ) કઠુઆ જિલ્લાના જોડ વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થવાની આશંકા છે. ઘણા ઘરો કાટમાળની ઝપેટમાં આવી ગયા છે.
જમ્મુ પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક ભાગ પણ કાટમાળની ઝપેટમાં આવી ગયો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગની એક ટ્યૂબ બંધ થઈ ગઈ છે. હાલમાં નુકસાનનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. રાહત અને બચાવ કાર્ય માટે બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ કઠુઆ જિલ્લાના રાજબાગ વિસ્તારના જોડ ઘાટી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આ ઘટનાને કારણે ગામનો સંપર્ક બાકીના વિસ્તારથી કપાઈ ગયો હતો અને જમીન અને મિલકતને નુકસાન થયું હતું. જોકે શરૂઆતમાં કોઈ જાનહાનિના અહેવાલ નહોતા, પરંતુ બાદમાં એવું જાણવા મળ્યું હતું કે ચાર લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે.





















