Uttarakhand Cloudburst : ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ અને ચમોલીમાં ફાટ્યું વાદળ
ઉત્તરાખંડમાં આકાશી આફતનો નથી આવી રહ્યો અંત. હવે ઉત્તરાખંડ અને ચમોલીમાં વાદળ ફાટવાની ઘટના બની. રૂદ્રપ્રયાગના બસુકેદાર તાલુકામાં તો ચમોલીના દેવાલ વિસ્તારમાં વાદળ ફાટ્યું. આ ઉપરાંત ચમોલીના મોપાટામાં પણ વાદળ ફાટ્યું છે. આકાશી આફતમાં અનેક પરિવારો ફસાયા હોવાની જાણકારી મળી રહી છે. પાણીના તેજ પ્રવાહની ચપેટમાં કેટલાક ઘરો અને ગૌ શાળા આવ્યા. જેને લઈને તાત્કાલિક રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘટના અંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સોશલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી દુઃખ વ્યકત કર્યું. તો તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાજ્યના ચીફ સેક્રેટરી સાથે ટેલિફોનીક વાતચીત કરી યુદ્ધના ધોરણે રાહત બચાવ કાર્ય શરૂ કરવા આદેશ આપ્યા. પાણીના તેજ પ્રવાહમાં 15થી 20 ઢોર ફસાયાની પણ જાણકારી મળી રહી છે.




















